ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં રોડ-રસ્તા અને ભૂગર્ભના કામોનું ખાતમુહૂર્ત થયા પછી કામ શરૂ ન થયું હોવાની મુખ્યમંત્રીને રજુઆત


SHARE













મોરબીના લાતી પ્લોટમાં રોડ-રસ્તા અને ભૂગર્ભના કામોનું ખાતમુહૂર્ત થયા પછી કામ શરૂ ન થયું હોવાની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા હાલમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે, રિવરફ્રન્ટ બનાવવામાં આવે તેમજ મોરબીના લાતી પ્લોટમાં ઘણા સમય પહેલા રોડ-રસ્તા અને ભૂગર્ભના વિકાસ કામ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ જો કે, હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી જેથી આ ત્રણેય મુદાની રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાસેરીયાને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યાને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હાલમાં જીલ્લામાં બધી જ સરકારી કચેરીઓ ચાલુ કરી દેવામાં આવી છે જો કે, મોરબીના ઔદ્યોગિક વિકાસને ધ્યાને રાખીને અહીના લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે મોરબીને પાલિકામાંથી મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ઘડીયાળ સહિતના નાના મોટા ઉદ્યોગ આવેલ છે ત્યાં રોડ રસ્તા, ભુગર્ભ અને વરસાદી પાણીના નિકાલ માટે ૨૪ કરોડ રૂપીયા મંજુરનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો અને આ કામનું માજી મંત્રી તેમજ મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું તેમ છતાં આજ દિવસ સુધી ત્યાં કામ શરૂ કરવામાં આવ્યું નથી જેથી કરીને વહેલી તકે લાતીપ્લોટનું કામ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે આટલું જ નહીં પરંતુ શહેરમાં એક પણ બાગ-બગીચો સારી અવસ્થામાં નથી જેથી કરીને લોકોને સારી સુવિધા મળે તે માટે મચ્છુ નદી પર રીવરફન્ટ બનાવવા માટે અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો તે રીવરફ્રન્ટનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી પણ રજૂઆત કરેલ છે






Latest News