ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીની જનતા ક્લાસીસનું એમકોમ, બીકોમ અને બીબીએમાં ઉત્તમ પરિણામ


SHARE













મોરબીની જનતા ક્લાસીસનું એમકોમ, બીકોમ અને બીબીએમાં ઉત્તમ પરિણામ

મોરબીમાં ચાર દાયકા કરતા પણ વધુ સમયથી ઉચ્ચ પરિણામોની અવિરત પરંપરાને જનતા ક્લાસીસ દ્વારા આ વર્ષે પણ જાળવી રાખવામા આવી છે અને ત્યાંની વિદ્યાર્થીની જાની વિધીએ M.com. Sem- માં ૮૬.૪૦ % તથા અજાણી ખુશીએ B.com. Sem- માં ૮૬.૮૬% ગુણ પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોરબીને ગૌરવ અપાવ્યુ છે

મોરબી શહેરમા શૈક્ષણીક ક્ષેત્રે વાણિજ્ય પ્રવાહ (Commerce)માં ક્ષેત્રે છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના M.com., B.Com., B.B.A. સહીતના અભ્યાસક્રમોમા ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, શૈક્ષણિક ક્ષેત્રે ૪૯ વર્ષના અનુભવી પ્રવિણભાઈ કક્કડ તથા ૧૭ વર્ષના અનુભવી નિર્મિતભાઈ કક્કડ સંચાલિત જનતા ક્લાસીસની M.com. Sem-૩ ની વિદ્યાર્થીની જાની વિધીએ ૮૬.૪૦% ગુણ પ્રાપ્ત કરી જનતા ક્લાસીસ તેમજ સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે. તે ઉપરાંત B.com.Sem-૫ માં અજાણી ખુશી એ ૮૬.૮૬%, B.B.A. Sem-૫ માં જાડેજા મયુરરાજસિંહે ૭૮.૫૮%, B.com., Sem-૩ માં પાંચોટીયા મીતે ૭૯.૮૬% ગુણ પ્રાપ્ત કરી મોરબી જનતા ક્લાસીસ અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો.૧૧-૧૨ કોમર્સ (C.B.S.E. & G.S.E.B.), B.com., B.B.A., M.com. ના દરેક વિષયોનુ ચાર દાયકા કરતા વધુ સમય થી શિક્ષણ પ્રદાન કરવામા આવી રહ્યુ છે ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના M.com.,B.com.,B.B.A., ના વિદ્યાર્થીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ઠ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. જેથી આ સિધ્ધિ બદલ ક્લાસીસના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે સહુ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે તેમજ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો-૧૨ કોમર્સ (GSEB & CBSE), B.com., B.B.A. મા પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ગયેલ છે તેમ યાદી મા જણાવ્યુ છે.






Latest News