ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન ફર્સ્ટ ક્લાસ સાથે કથક નૃત્ય વિશારદની પદવી મેળવી


SHARE













મોરબીના સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન ફર્સ્ટ ક્લાસ સાથે કથક નૃત્ય વિશારદની પદવી મેળવી

"ઉમર થઇ ગઇહવે શું થાય" તેવા નબળા વિચાર કરનારાઓ માટે મોરબીના ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન એક ઉત્તમ ઉદાહરણ છે કેમ કે, ખુબ જ જાણીતી ઉક્તિ છે "કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથીઅડગ મનના મુસાફિર ને હિમાલય પણ નડતો નથી." તેને તેઓએ સાર્થક કરેલ છે મોરબીના જાણીતા સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન મહેતાએ પોતાની યશકલગીમાં એક વધુ છોગું ઉમેરયુ છે અને તેમને બાળપણથી જ કલાસાહિત્યસંગીતનો ખુબ શોખ તેમાં પણ શાસ્ત્રીય નૃત્યનો શોખ અનહદ હતો. પણ આ વાત છ દાયકા પહેલાની અને ત્યારે તે સમય આટલા સંસાધનોમાર્ગદર્શન આપનારાઓકે પછી કોઇ પ્રસ્તુતિઓ જોઈને કઈક શીખી શકાય તેવા પણ માધ્યમો નહિવત હતા માત્ર વાંચન કે સમાચાર પત્રો દ્વારા જ જાણકારી એ પણ ખુબ ઓછી મેળવી શકાતી. છતાં ધડકનો દ્વારા સદા યાદ અપાવતો એ ક્લાસિકલ નૃત્યનો શોખ અકબંધ જ રહ્યો હતો જેથી કરીને કૌટુંબિકસામાજિકઆર્થિક તમામ જવાબદારીઓ પૂરી થવા આવી ત્યારે એ સપનાને પૂરું કરવા માટે ક્લાસિકલ નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું તેઓએ ૬૦ વર્ષે નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું અને પછી તો પાછું વળીને જોયુ જ નથી જેથી કરીને તાજેતરમાં લેવામાં આવેલ ક્લાસિકલ નૃત્યની પરીક્ષામાં ડો. હસ્તીબેન મહેતા ફર્સ્ટ કલાસ સાથે ઉત્તીર્ણ થયેલ છે અને નૃત્ય વિશારદ થઈ ગયા છે અને આ સપનાને સાકાર કરવા માટે ગુરૂગણસહ અધ્યાઇ મહેશ્વરીબેન અંતાણી સહિતનાઓનો તેમણે આભાર વ્યક્ત કરેલ છે






Latest News