ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરતી બે હોસ્પિટલને પાલિકાએ કર્યો દંડ


SHARE













મોરબીમાં બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરતી બે હોસ્પિટલને પાલિકાએ કર્યો દંડ

મોરબીના સાવસર વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં ઘણી બધી ખાનગી હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે દરમિયાન કેટલીક હોસ્પિટલોમાંથી ઘણી વખત બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોય તેવું સામે આવતું હોય છે દરમિયાન મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારીને મળેલ ફરિયાદ આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે બે હોસ્પિટલો પાસે જાહેરમાં કચરા સાથે બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે બંને હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો હતો

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ પણ બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે દરમિયાન મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી કૃષ્ણસિંહ જાડેજા તથા તેની ટીમ દ્વારા મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં જાહેરમાં બે હોસ્પિટલો પાસે બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંને હોસ્પિટલોને દંડ કરવામાં આવેલ છે જેની માહિતી આપતા નગરપાલિકાના અધિકારી કૃષ્ણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ હોસ્પિટલોમાંથી બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે તે પ્રકારની ફરિયાદ મળી હતી જેથી ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે શ્યામ હોસ્પિટલ અને મધુરમ હોસ્પિટલ સામે બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હોય તે પ્રકારની બેદરકારી જોવા મળી હતી જેથી કરીને આ બંને હોસ્પિટલોને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે અને આવી જ રીતે તે વિસ્તાર સહિતના જુદાજુદા વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવું હાલમાં પાલિકાના અધિકારીએ જણાવ્યુ છે






Latest News