ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ


SHARE













મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ સુરતના સિંગણપોરમાં સગીરા સાથે બનેલી ઘટના બાબતે મીડિયામાં અહેવાલ રજૂ કર્યો હતો ત્યાર બાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે ત્યારે આહીર સેના ગુજરાત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં સ્થાનિક આગેવાને જણાવ્યુ હતુ કે, નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમાં પોક્સો, આઈટી એક્ટ જેવી કલમો લગાવવામાં આવેલ છે જે ફરિયાદને રદ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, આ તુષાર બસિયા તેમજ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેથી કરીને આહીર સેના ગુજરાતના પ્રદેશ કોર કમિટી સભ્ય મહેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા સહિતના આગેવાનોએ હાજર રહીને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી છે






Latest News