મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા ઠાકર લોજ વાળા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત


SHARE













મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા ઠાકર લોજ વાળા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ધી રહ્યા છે તેવામાં મોરબીમાં આવેલ ઠાકર લોજ પરિવારના યુવાન દીકરો તેના મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયો હતો ત્યારે ત્યાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું છે

કોરોના બાદ છેલ્લા ઘણા સમયથી નાની વયના લોકોને હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતા જનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજવાળા નરેન્દ્રભાઈ ઠાકર અને મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરના દીકરા હિમાંશુભાઈ નરેન્દ્રભાઇ ઠાકર (૩૯)ને હાર્ટ આવી જતાં તેનું મોત નીપજયું છે અને વધુમાં મળતી માહિતી મુજબ હિમાંશુભાઈ તેના  મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા તેવામાં તેને ફેટલ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં મોત નીપજયું હતું જેથી કરીને ઠાકર લોજ પરિવાર, બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે

હાલમાં હિમાંશુભાઈ ઠાકરના મૃતદેહને મોરબી લઈને આવી રહ્યા છે અને બપોરે ત્રણ વાગ્યે તેની સ્મશાનયાત્રા મોરબીના જેલ રોડે આવેલ ઠાકર લોજ તેઓના નિવાસ સ્થાનેથી નીકળશે અને વિદ્યુત સ્મશાન ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવશે વધુમાં હિમાંશુભાઈ ઠાકરના પરિવારજન પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્રભાઈ ઠાકર અને હંસાબેન ઠાકરને બે દીકરા અને એક દીકરી આમ કુલ ત્રણ સંતાન છે જેમાં હિમાંશુભાઈ તેનો નાનો દીકરો હતો અને તેની દીકરીનો જન્મ દિવસ હોવાથી તે અંબાજી દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા અને ત્યાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું છે






Latest News