મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં હોદેદારોની વરણી


SHARE













મોરબી જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં હોદેદારોની વરણી

રાજ્ય સરકારના સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના ચેરપર્સન તેમજ સભ્યોની નિમણુક કરવામાં આવી છે તેવી જ રીતે જીલ્લાના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે અને તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે

ગુજરાત રાજ્યના 33 પૈકીનાં ૧૨ જિલ્લામાં સભ્યોને નિમણુક આપવામાં આવી છે જેમાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ મોરબીના સભ્ય તરીકે રાજેશભાઈ હીરાલાલ બદ્રકીયા અને પલ્લવી કિશોરભાઈ ચંડીભમ્મરની નિમણુક કરવામાં આવી છે આવી જ રીતે રાજ્યના જુદાજુદા જીલ્લાના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના હોદેદારોની નિમણુક કરવામાં આવેલ છે જેમાં મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મોરબીના ચેરપર્સન તરીકે ગડારા રમાબેન જયસુખભાઈની નિમણુક કરાયેલ છે તેમજ સભ્ય તરીકે પીયુતાબેન નાડપરા, દીપા ગિરજાશંકર રાવલ અને વકીલ તેમજ નોટરી ખુશ્બુ યોગેશભાઈ કોઠારીની નિમણુક કરવામાં આવેલ છે તેવું જાણવા મળેલ છે






Latest News