અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

યુવાનને પત્ની સાથે બોલાચાલી થતાં મોરબીમાં નવલખી રોડે મંદિર પાસે ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં


SHARE









યુવાનને પત્ની સાથે બોલાચાલી થતાં મોરબીમાં નવલખી રોડે મંદિર પાસે ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ નિવેદિતા ટાઉનશિપ ખાતે રહેતા યુવાને મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાડી મેલડી માતાજીના મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના રેલ નગરમાં આવેલ નિવેદિતા ટાઉનશીપ ખાતે રહેતા રાજેશભાઈ કિશોરભાઈ વાગડિયા (૪૫) નામનો યુવાન મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાડી મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયેલ હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે રાજેશભાઈના પત્ની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની તબિયત છેલ્લા ચાર પાંચ દિવસથી સારી રહેતી ન હતી અને કામકાજ બાબતે તેઓને અને તેના પતિને બોલાચાલી થઈ હતી જે બાબતે તેઓને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી છે જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા છે અને તેઓને સંતનમાં એક દીકરો છે આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના લીલાપર રોડ ઉપર ખડીયાવાસના નાકા પાસે રહેતા રમેશભાઈ શંકરભાઈ ભુરીયા (૨૯) નામનો યુવાન બાઈક લઈને મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને યુવાનને માથામાં તથા જમણા પગે ઇજા થવાથી સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીમા સબજેલ સામે રહેતા બચુબેન શામજીભાઈ પરમાર (૭૫) નામના વૃદ્ધાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.




Latest News