મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના ખેતરડી ગામે ઘરમાંથી ૨૫ પેટી દારૂ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ


SHARE









હળવદના ખેતરડી ગામે ઘરમાંથી ૨૫ પેટી દારૂ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ

હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૨૫ પેટીઓ મળી આવતા પોલીસે દારૂ અને મોબાઈલ મળીને ૧,૩૩,૧૬૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા સુરેશભાઈ દેકાવાડીયાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૫ પેટીઓ મળી આવતા પોલીસે કુલ મળીને ૩૦૦ બોટલ દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને દારૂ તેમજ મોબાઇલ મળીને ૧,૩૩,૧૬૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હાલમાં પોલીસે આરોપી સુરેશભાઈ જીવાભાઇ દેકાવાડીયા જાતે કોળી (૩૫) રહે ખેતરડી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરે છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પ્રવિણસિંહ જીલુભા ઝાલા રહે, નાડધ્રિ તાલુકો મુળી જીલ્લો સુરેન્દ્રનગર વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાના શેખરડી ગામે રહેતા જયદીપ ખોડાભાઈ વાટુકિયા (૧૯) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાન બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા તજવીજ કરેલ છે




Latest News