વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બોરીયા પાટી વાડી વિસ્તારમાં ભૂગર્ભના કામમાં ભ્રષ્ટાચાર: સુવિધા વગર ટેક્સ ભરવા પાલિકાની નોટિસ !


SHARE







મોરબીના બોરીયા પાટી વાડી વિસ્તારમાં ભૂગર્ભના કામમાં ભ્રષ્ટાચાર: સુવિધા વગર ટેક્સ ભરવા પાલિકાની નોટિસ !

મોરબી નગર પાલિકાના વોર્ડ નં. ૧૨ માં આવેલ બોરીયા પાટી વાડી વિસ્તાર ચાલતા ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ થતી હોવાની કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મંજૂર થયેલ કામ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી અને ભુગર્ભ ગટરના કામનો ફાઇનલ પ્લાન, ટેન્ડર કોપી અને વર્ક ઓર્ડરની નકલ આપવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી નગર પાલિકાનો વોર્ડ નં. ૧૨ માં આવેલ બોરીયા પાટી વાડી વિસ્તારનાં લોકે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનાં અભાવ કારણે વર્ષ ૨૦૨૦ માં આવેલ પેટા ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ હતો પરંતુ તે વખતે નેતાઓની સમજાવટ અને પ્રાથમિક સુવિધા આપવાની બાંહેધરી સાથે લોકોએ મતદાન કર્યું હતું તેમ છતાં ૨ વર્ષ માં કોઈ પણ પાયાની સુવિધાનાં કામ ન થવાને કારણે વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને સ્થાનિકોએ મતદાન કર્યું ન હતું

આ વિસ્તારમાં ભુગર્ભ ગટર નાખવાની કામગીરી છેલ્લાં ૩ થી ૪ માસથી ચાલુ છે આ કામની ગુણવતા અત્યંત નબળી કક્ષાની છે તેમજ પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી થતી નથી, વર્ક ઓર્ડર મુજબ જેટલા અંતરે ભુગર્ભ ગટરની ચેમ્બર હોવી જોઈએ તે મુજબ કામ કરી રહ્યા નથી અને મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવો લોકોએ આક્ષેપ કરેલ છે તેમજ કામની ગુણવતા સારી ન હોવાથી ભવિષ્યમાં સમસ્યા વધશે તેવું લોકો કહી રહ્યા છે આ કામનાં સુપરવાઈજર અને કોન્ટ્રાકટરને અનેકવાર રજુઆત કરવા છતાં તેમણે ભુગર્ભ ગટરના કામનો ફાઇનલ પ્લાન, ટેન્ડર કોપી અને વર્ક ઓર્ડરની નકલ આપી નથી.

હાલમાં ૮ ઇંચના પાઇપ નાખવામાં આવેલ છે તે ચાલે તેમ નથી જેથી કરીને વસ્તીને ધ્યાને રાખીને ૨૪ ઇંચના પાઇપ નાખવામાં આવે તેવી માંગ કરેલ છે આટલું જ નહીં તેઓના વિસ્તારમાં આજ સુધીમાં ક્યારેય કોઈ સફાઈ કામદાર સફાઈ કરવા માટે આવેલ જ નથી. તેમ છતાં મોરબી નગર પાલિકા દ્વારા જુલાઈ-૨૦૨૩ માં સ્થાનીકોને ટેક્ષ ભરવાની નોટીસ આપવામાં આવી છે ત્યારે સવાલ એ ઊભો થઈ રહયો છે કે ભૂગર્ભ કે સફાઈની વ્યવસ્થા મળતી જ નથી તો પછી વેરો સેનો ભરવાનો છે આ પ્રશ્ને લોકોને યોગ્ય ન્યાય મળશે તેવી અપેક્ષા સાથે હાલમાં કલેક્ટર રજૂઆત કરવાં આવેલ છે






Latest News