મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાસેથી સગીરાનુ અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE















મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાસેથી સગીરાનુ અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ નજીક સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસ દ્વારા એક ઇસમની સામે ફરિયાદ નોંધીને સગીરાની ભાળ મેળવવા તેમજ આરોપીને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ઘુંટું ગામની સીમ વિસ્તારમાં આવેલ એક સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના પરિવારની દીકરીનું લલચાવી ફોસલાવીને જાતીય સતામણીના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે દિવાકર ગિરવાલસિંહ રાજા રહે.મોટા ગામ તાલુકો માહરૌલી જિલ્લો લલિતપર વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ અપહરણ અને પોકસો એકટ હેઠળ દિવકર રાજા નામના શખ્સની સામે ફરિયાદ નોંધેલ છે.હાલ ભોગ બનેલ સગીરને શોધવા તેમજ અપરણકર્તાને પકડવા માટે તાલુકા પોલીસ મથકના પીઆઇ ખુમાનસિંહ વાળા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

પરણીતા સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલા રેડેકો ફાઇબર પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની અંદર રહીને મજૂરી કામ કરતા પરિવારના અંજલીબેન (ઉમર ૩૫) નામની મહિલાને ગત તા.૩૧-૧ ના રોજ વહેલી સવારે ત્રણેક વાગ્યે પતિ સાથે ઝઘડો થયા બાદ પતિ દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલે જાણ કરવામાં આવતા હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા પોલીસ મથકની હદમાં બનેલ હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.

મજૂર યુવાન સારવારમાં

મોરબીના ઘુનડા (ખાનપર) ગામે લવજીભાઈ હરજીભાઈ જીવાણીની વાડીએ રહીને મજૂરી કામ કરતો ગજરીયાભાઇ જુવાનસિંહ પસાયા નામનો ૪૦ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસ મથકે જાણ કરાતા પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડાએ પ્રાથમિક તપાસ કરી આ અંગે વધુ તપાસે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.






Latest News