મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ લાતી પ્લોટ વિસ્તારમાંથી બિન વારસી સ્કૂટર જપ્ત કર્યું, આગળની તપાસ શરૂ


SHARE













મોરબી એલસીબીએ લાતી પ્લોટ વિસ્તારમાંથી બિન વારસી સ્કૂટર જપ્ત કર્યું, આગળની તપાસ શરૂ

મોરબી એલસીબીના સ્ટાફને વોચ તપાસ અને પેટ્રોલીંગ દરમિયાન શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લુક્સ ફર્નિચર વાળી શેરી પાસેથી બિન વારસી હાલતમાં એક્સેસ સ્કૂટર મળી આવ્યું હતું હાલ તે જપ્ત કરીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લાતી પ્લોટમાં આવેલ લુક્સ ફર્નિચર વાળી શેરી નજીક બિન વારસી હાલતમાં એક સુઝુકી એક્સેસ સ્કૂટર નંબર જીજે ૩ ડીજે ૦૮૮૯ મળી આવ્યુ હતુ જેથી હાલ રૂપિયા ૫૦૦૦ ની કિંમતનું સ્કૂટર ગણીને તેને જપ્ત કરવામાં આવ્યું હતું અને સ્કુટર અહીં કોણ મૂકી ગયું છે..? તેનું માલિક કોણ છે..? ચોરાઉ છે કે કેમ.? તે સહિતની બાબતો માટે આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાને સોંપવામાં આવેલ હોય હાલ તેવો સાથે થયેલ વાતચીત મુજબ ઉપરોક્ત નંબરના સ્કૂટરના માલિક રાજકોટના હોવાનું સામે આવ્યું છે માટે તેઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓના નિવેદન બાદ આગળની તજવીજ હાથ ધરાશે તેમ હાલ તપાસ અધીકારીએ જણાવ્યું છે.

બે દિવસ પાણી ન આવતા લોકો હેરાન

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગમાં આવેલ પાણીના સંપમાં ટાંકા ઉપર પાણી ચડાવવા માટેનો પાઇપ સડી ગયો હોય અને તે સડી જવાથી તેના રીપેરીંગનું કામ કરવામાં આવ્યું હતું અને જેના લીધે બે દિવસ સુધી શહેરના સામાકાંઠા વિસ્તારના મોટાભાગના તમામ વિસ્તારમાં પાણી આવ્યું ન હતું અને જેના લીધે બે દિવસ સુધી લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.આ બાબતે પાલીકાના સંલગ્ન વિભાગના કર્મચારી સાથે થયેલ વાતમાંથી મળી રહેલ વિગતો મુજબ બે દિવસ બાદ પાઇપ રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠે આવેલા અરૂણોદયનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દાયકાથી પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરની પાણી ભડી જવાના લીધે પીવાના પાણીમાં વાસ આવે છે જેને શોધીને તેનું યોગ્ય સમારકામ કરવાની દરકાર આજ સુધી કોઈએ લીધી નથી તે નરી વાસ્તવિકતા છે.






Latest News