હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના ઓટો રીક્ષા ચાલકની પ્રમાણિકતા, રિક્ષામાં ભુલાઈ ગયેલો કોટ પરત આપવા ઉત્સુક


SHARE









મોરબીના ઓટો રીક્ષા ચાલકની પ્રમાણિકતા, રિક્ષામાં ભુલાઈ ગયેલો કોટ પરત આપવા ઉત્સુક

આજના સમયમાં પણ માનવતા મરી પરવારી નથી તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે તેવી જ એક વાત ધ્યાનમાં આવેલી છે.જેમાં રોજનું કરીને રોજ ખાતા હોય તેવા રીક્ષા ચાલક ભાઈની પ્રમાણિકતા સામે આવી છે.જેમા તેઓ તેમની રીક્ષામાં ભાડું કરીને ગ્રીનચોક વિસ્તારમાં ગયા હતા અને દરમિયાનમાં પેસેન્જર ત્યાં રસ્તામાં ઉતરી ગયા બાદ તેઓની રીક્ષાની અંદર પેસેન્જર દ્વારા કોટ (બ્લેઝર) ભુલાઈ ગયુ હોય તે કોટ પરત આપવા માટે રીક્ષા ચાલકે તત્પરતા દાખવેલ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જુસબભાઈ સુમરા રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરતા હોય મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનથી તેઓની રિક્ષામાં એક મહિલા તથા બે બાળકો બેઠા હતા અને આ ત્રણેય લોકો શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં ઉતર્યા હતા.દરમિયાનમાં તે મહિલા ઉતાવળમાં તેમની સાથે રહેલ કોટ (બ્લેઝર) રિક્ષામાં જ ભૂલી ગયા હોવાનું બાદમાં ધ્યાન આવતા રિક્ષા ચાલક જુસબભાઇએ તે મહિલાને શોધવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે મહિલા તેમને મળ્યા ન હોય હાલ તેઓએ મીડિયાનો સંપર્ક કર્યો હતો અને તેઓએ પોતાના મોબાઈલ નંબર ૮૧૬૦૧ ૧૨૧૬૩ અથવા ૯૯૭૮૩ ૮૧૪૩૦ જાહેર કર્યા છે અને જો કોઈ ઉપરોક્ત વર્ણનવાળા મહિલા તેઓનો કોટ રિક્ષામાં ભૂલી ગયા હોય તો તેઓના ઉપરોક્ત નંબરમાં ફોન કરીને ખરાઈ કરાવીને મેળવી લે તેવી તેઓએ જાહેર અપીલ કરી છે.આજના સમયમાં જ્યારે મધ્યવર્ગથી લઈને મોટી કેડર સુધીના લોકો યેનકેન રીતે ખોટું કરીને પૈસાદાર બની જવા અને કોઈની વસ્તુ પચાવી પાડવા તત્પર હોય છે ત્યારે આ રીક્ષા ચાલક પોતાના હક્કનું ન હોય તે રીતે પોતાની રિક્ષામાં પડેલ કોટ જે તે મૂળ વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે તે ખરેખર પ્રસંશનીય છે.




Latest News