મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રક ટેલરના ચાલકે ટક્કર મારતા એસટી બસ પલટી: ડ્રાઈવર સહિત ૧૩ ને ઇજા, ગુનો નોંધાયો


SHARE













હળવદ નજીક ટ્રક ટેલરના ચાલકે ટક્કર મારતા એસટી બસ પલટી: ડ્રાઈવર સહિત ૧૩ ને ઇજા, ગુનો નોંધાયો

હળવદ ધાંગધ્રા રોડ ઉપર આવેલ કોયબા ગામના પાટીયા પાસેથી એસટી બસ પસાર થઈ હતી ત્યારે ટ્રક ટેલરના ચાલકે તેને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બસના ડ્રાઇવરને તેમજ તેમાં બેઠેલા મુસાફરોને નાના મોટી ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ બસના કંડકટર દ્વારા ટ્રક ટેલરના ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રીંગણિયા ગામના રહેવાસી મનસુખભાઈ કાનાભાઈ ખાંટ જાતે આદિવાસી (૩૩)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટ્રક ટેલર નંબર આરજે ૫૨ જીએ ૫૭૬૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ કોયબા ગામના પાટીયા પાસેથી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૩૧૧ લઈને તેઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન ડ્રાઇવર સાઈડથી ટ્રક ટેલરના ચાલકે બસને ઠોકર મારી હતી જેથી કરીને બસ રોડ સાઈડમાં પલટી મારી ગઈ હતી અને અકસ્માતના આ બનાવમાં એસટી બસના ડ્રાઇવરને કપાળ તથા માથાના ભાગે અને ડાબી બાજુના પગમાં ગંભીર ઈજા થઈ હતી તેમજ બસમાં બેઠેલા મુસાફરોમાંથી ૧૩ મુસાફરોને નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ બસના કંડકટર દ્વારા ટ્રક ટેલરના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News