મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી પેટ્રોલ-ડીઝલ ચોરીના કાંડમાં પકડાયેલ પોલીસકર્મી સહિત બે જવાન સસ્પેન્ડ


SHARE













મોરબીના ચકચારી પેટ્રોલ-ડીઝલ ચોરીના કાંડમાં પકડાયેલ પોલીસકર્મી સહિત બે જવાન સસ્પેન્ડ

મોરબીના વીરપરડા ગામ પાસે રવિવારે બપોરના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જે ગુનામાં પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ૪૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાંથી ત્રણ આરોપી રિમાન્ડ ઉપર છે અને ૬ જામીન મુક્ત થઈ ગયેલ છે તેવામાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા રેડ દરમ્યાન પકડાયેલ પોલીસ કર્મચારી સહિત બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.


માળીયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ વીરપરડા ગામ પાસે હોટલ નજીક પેટ્રોલ અને ડીઝલની ટેન્કરમાંથી ચોરી થતી હોવા અંગેની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે રવિવારે બપોરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર થી ટેન્કરોમાંથી કાઢવામાં આવેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો અને કુલ મળીને પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ શખ્સોને સ્થળ ઉપરથી દબોચી લેવામાં આવ્યા હતા. જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યું છે કે સ્થળ ઉપરથી જુદા જુદા ટેન્કરોમાંથી ચોરી કરીને મેળવેલ ડીઝલનો જથ્થો ૧૫૨૦૦ લીટર અને ચોરી કરીનો મેળવેલ ૫૨૦૦ લીટર પોટ્રોલ તેમજ અન્ય વાહન મળીને ૪૭,૦૫,૦૮૫નો મુદામાલ કબજે કરેલ છે આ ગુનામાં પકડાયેલા નવ આરોપીઓમાંથી પોલીસ કર્મચારી સહિતના ત્રણ આરોપી રિમાન્ડ ઉપર છે જો કે, બાકીના ૬ આરોપી જામીન મુક્ત થઈ ગયેલ છે તેવામાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ સમયે સ્થળ ઉપરથી પકડાયેલ પોલીસ કર્મચારી ભરતભાઇ પરબતભાઇ મિયાત્રા અને વિરપરડા ગામ જેની બીટમાં આવે છે તે બીટ જમાદાર અર્જુનસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.






Latest News