માળીયા (મિં.)ના ઘાંટીલા પાસે રેતી ભરેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
માળીયા (મિં.)ના ઘાંટીલા પાસે રેતી ભરેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલા યુવાનનું મોત
માળીયા મિંયાણા તાલુકાના ઘાંટીલા ગામ પાસે રેતી ભરેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાનને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે માળીયા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ઘાંટીલા ગામ પાસે ખેતીમાં મજૂરી કામ કરતા મહેશભાઈ કિલાસિંગ નાયક (ઉમર ૨૨) નામનો યુવાન ગત તા.૨-૨-૨૪ ના રોજ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ઘાંટીલા ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રેતી ભરેલ ટ્રકના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને યુવાન બાઈક સાથે પુલના નાલામાં અથડાતાં મહેશભાઈ નાયકને ગંભીર ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.જેથી કરીને રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની માળીયા મિંયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન તેની પત્ની સાથે અહીં ખેતીમાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નીપજયું છે.અત્રે નોંધનીય છે કે માત્ર માળિયા તાલુકા પંથકમાં જ નહીં જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારો અને મોરબી સીટીની આસપાસના વિસ્તારોમાં પણ બેફામ ગતિએ ખનીજ દ્રવ્યો લઈને દોડતા ડમ્પર સહિતના વાહનો લોકો માટે સતત જીવ ઉપર જોખમ સર્જતા હોય છે ત્યારે જિલ્લા ટ્રાફિક શાખાની કામગીરી સામે પણ આ બાબતે સવાલો ઊભા થઇ રહ્યા છે.છાશવારે જિલ્લાના કોઈને કોઈ વિસ્તારમાં રોડ અકસ્માતના બનાવો બની રહ્યા છે અને તેમાં નિર્દોષ માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે.
વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ગામ તરફ જવાની કટ પાસે બે વાહનો સામ સામે અથડાયા હતા જે અકસ્માત બનાવમાં ઇજા પામેલા વિજય બચુભાઈ વજાણીયા (ઉમર ૧૮) રહે.કડી જીલ્લો મહેસાણા વાળાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.૩-૨ ના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં મકનસર ગામ નજીક સરતાનપર ગામ તરફ જવાની કટ પાસે સામસામા વાહનો અથળાયા હતા અને તે બનાવમાં ઈજા પામેલા વિજયભાઈને સારવાર માટે ખસેડાયા હોય હાલ આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના બગથળા ગામે જયંતીભાઈ કેશવજીભાઈ ઠોરિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતો રાકેશ રમેશભાઈ બામણીયા નામનો ૩૫ વર્ષીય આદિવાસી મજૂર યુવાન ગત તા.૨-૨ ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ ઝાલા દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી









