મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ ૨૦૧૨ માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું


SHARE













મોરબીમાં વર્ષ ૨૦૧૨ માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીમાં ભાર વગરનું ભણતરની સાથે રમત ગમત અને ઇતર પ્રવૃતિઓ સાથે  વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે તેમજ સર્વાગી વિકાસ માટે સદાય પ્રયત્નશીલ એવી નિર્મલ સ્કૂલમાં વર્ષ ૨૦૧૨ ની બેન્ચમાં અભ્યાસ કરીને હાલ વિવિધ ક્ષેત્રે મોભાદાર સ્થાન ધરાવતા શાળાના પૂર્વ વિધાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું. આ ૨૦૧૨ ની બેન્ચના તમામ વિધાર્થીઓએ નિર્મલ સ્કૂલે આપેલા શિક્ષણ અને જીવન ઘડતરના મૂલ્યો સમજાવનાર ગુરૂજનોને નત મસ્તક વંદન કરીને તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો.તેમજ આ બધા વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણકાળ દરમિયાન શિક્ષણની સાથે નિર્દોષ રીતે કરેલી મોજ મસ્તીને યાદ કરીને જુના સંસ્મરણો તાજા કર્યા હતા.સ્કૂલ તેમજ ગુરૂજનોએ ભણાવેલા ઉચ્ચ કોટીના પાઠને જીવનમાં ઉતર્યા હોય નોકરી ધંધામાં સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરીને દેશના એક આદર્શ નાગરિક બનવાના ગુરૂજનોએ આપેલા સંસ્કાર વારસાને સાકાર કર્યાનું કહીને ગુરૂજનોનું ઋણ ક્યારેય કોઈ વિદ્યાર્થી ચૂકવી નહિ શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News