મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ પાસે સીરામીક કારખાનાના કુવામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી


SHARE









મોરબીના ઘુંટુ પાસે સીરામીક કારખાનાના કુવામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં સીરામીક કારખાનામાં આવેલા કુવામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જે અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના પહોંચી હતી અને કુવામાં પડેલ યુવાનની લાશને બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.હાલ અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ઘુંટું ગામની સીમમાં આવેલ સ્ક્વેર સીરામીક કારખાનામાં આવેલા કુવાના પાણીમાં અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં પડ્યો હોવા અંગેની જાણ વિનોદભાઈ જીવરાજભાઈ અઘારા જાતે પટેલ (૪૮) રહે.ચિત્રકૂટ સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને કરી હતી.જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટાફના જશપાલસિંહ સહિતની ટીમ ઘટના પહોંચી હતી અને કુવાના પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ યુવાનની કોહવાઈ ગયેલ લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.ત્યારબાદ કોહવાય ગયેલ બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા છે.હાલ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને યુવાનના મૃતદેહને હાલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.તેમજ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાને જમણા હાથના કાંડામાં ધાતુનું કડું પહેરેલું છે અને લાલ રંગનો દોરો બાંધેલો છે તેમજ ડાબા પગમાં કાળા રંગનો દોરો બાંધેલો છે જેથી કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

કારમાં આગ અંગે જાણ કરાઇ

મોરબીના આનંદ પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગમાં પડેલ કારમાં આગ લાગી હતી.જે અંગે ભોગ બનેલ યુવાન દ્વારા પોલીસમાં જાણ કરાઈ હતી.જાણવા મળતી વિગતો પ્રમાણે દિપેન ધનજીભાઈ ચાડમિયા પટેલ (૨૫) ધંધો સીરામીક રહે.શિવ શક્તિ સોસાયટી રવાપર ગામ રાઘવ એપાર્ટમેન્ટ-૩૦૧ મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યું હતું કે, ગત તા.૪-૨ ના સાંજના ૮:૩૦ વાગ્યાના અરસામાં આનંદ પાર્ટી પ્લોટના પાર્કિંગમાં તેઓએ તેમની સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એએફ ૩૮૩૩ પાર્ક કરીને રાખી હતી જે કારમાં કોઈ કારણસર આગ લાગી જવાની ઘટના બની હતી અને કારના આગળના ભાગે તેમજ વાયરીંગમાં નુકસાની થવા પામેલ છે.હાલ દીપેનભાઈ પટેલે કરેલ જાણના આધારે નોંધ કરીને સ્ટાફના પ્રભાતભાઇ ચાવજાએ તપાસ શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર ગૌશાળા પાસેથી બાઈક લઈને જઈ રહેલ પરીયાર હિકમતભાઈ ગોખલે (૩૧) રહે.જાનકી એપાર્ટમેન્ટ બોનીપાર્ક રવાપર ગામ તા.મોરબી વાળાનું બાઈક ત્યાં સ્લીપ થઈ ગયું હતું.જે અકસ્માત બનાવમાં તેઓને ઈજા થતાં સારવારમાં લઈ જવાયા હતા. સારવાર બાદ પોલીસને જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે તપાસ કરી હતી.






Latest News