મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ


SHARE













મોરબી ભારત વિકાસ પરિષદ દ્રારા બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા, આઈએમએ-મોરબી તથા એમઓજીએસ દ્વારા  શાળાના બાળકો માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન લખધીરનગર  પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેયું હતુ.જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવાઓ આપવામાં આવી હતી.આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક રાવતભાઈ  કાનગડ ઉપસ્થિત રહયા હતા.લખધીરનગર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ  કાવરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.શાળાના તમામ શિક્ષક સ્ટાફ તથા લખધીરનગરના શાળાના વાલીઓ વગેરે ઉપસ્થિત  રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો  હતો.આઈએમએ-મોરબી તથા ડો.વિરલ લહેરૂ (લહેરૂ પેથોલોજી લેબ) એ બાળાઓની નિ: શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ . કાર્યક્રમની અંતમાં લગધીરનગર  પ્રાથમિક શાળાના સહયોગથી  પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો.શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.કાર્યક્રમ સફળ બનાવવા રાવતભાઈ  કાનગડ, હિંમતભાઈ મારવાણિયા, ડો.જયેશભાઈ પનારાએ જહેમત ઉઠાવી હતી.






Latest News