હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી : માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પતિ સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ


SHARE









મોરબી : માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પતિ સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

મોરબીના એક સજ્જન વ્યક્તિ દ્વારા ૧૮૧ અભયમમાં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે તેના માટે મદદની જરૂર છે.

જેથી ૧૮૧ ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયેશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે તે મહિલા સુધી પહોંચેલ સૌપ્રથમ તે મહિલાને સાંત્વના આપેલ ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ મહિલા ક્યારના અહીંયા એકલા બેઠા હોય કશું બોલતા ન હોય ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે..? ક્યાંથી આવ્યા છે..? વિગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેઓ કશું જણાવતા ન હોવાથી મહિલાને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ પૂછપરછ કરેલ ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ મહિલાનું સરનામું મળી આવતા તે સરનામે લઈ જઈ મહિલાના પતિને સોંપ્યા હતા.

ત્યારબાદ તેમના પતિનું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની બે-ત્રણ વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની પત્ની જાણ કર્યા વગર ઘરમાંથી અચાનક નીકળી ગયેલ આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં તેવો પણ ચિંતિત હતા. દરમિયાનમાં ૧૮૧ ટીમે મહિલાને તેમના પતિને સોંપી હતી અને ભવિષ્યમાં તેમની પત્ની નું ધ્યાન રાખવા સૂચન કરાવ્યું જે બદલ તે મહિલાના પતિએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.




Latest News