મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરી કરવામાં આવેલ ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાંથી ચોરી કરવામાં આવેલ ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ

મોરબીની પંચાસર ચોકડી પાસેથી બાઈકની ચોરી કરવામાં હતી જે ચોરીની ઘટનાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકાના કેશવનગર ગામે રહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી પ્રવીણભાઈ કરસનભાઈ બ્રાહ્મણ (૪૧)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીની પંચાસર ચોકડી પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૮ સીએલ ૩૩૯૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે એએસઆઇ રાજદીપસિંહ રાણા, હિતેષભાઇ ચાવડા તથા તેજાભાઇ ગરચરએ બાતમી આધારે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપીની ધરપકડ કરેલ છે અને મોરબીના પંચાસર રોડ ઉપરથી આરોપી બાઇક લઈને નીકળ્યો હતો અને ત્યારે તેની પાસે જરૂરી કાગળ માંગ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી કરીને પોકેટ કોપથી સર્ચ કરતા બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપી મહમદઅયાન અલ્તાફભાઈ ઈમાની જાતે આરબ રહે.વાવડી રોડ બાવનશા પીરની દરગાહ પાસે ગણેશનગરની બાજુમા મોરબી મુળ રહે. માળીયા (મી)આરબ શેરી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી પાસેથી ચોરાઉ બાઇકને કબજે કર્યું છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News