મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

ટંકારા નજીક વાડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ મારામારી: ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE













ટંકારા નજીક વાડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ મારામારી: ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં

ટંકારા નજીક આવેલ હોટલ પાસે વાડી વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડા થયો હતો અને બોલાચાલી થઈ હતી ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીમાં આવેલ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ખજુરાહો હોટલ પાસે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામકાજ કરતા પરિવારના સભ્યો વચ્ચે કૌટુંબિક ડખ્ખો થયો હતો અને પતિ પત્ની વચ્ચે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં દિપક જાદવભાઈ દેલવાણીયા (૧૮) અને કરણ હરજીભાઈ દેલવાણીયા (૧૭) રહે.બંને ગીતા ઓઇલ મીલ નજીક પંચાસર રોડ મોરબી તેમજ રાજકોટ હાઇવે ઉપર આવેલ ખજુરાહો હોટલ પાસે વાડી વિસ્તારમાં રહેતા હિરલબેન રોહિતભાઈ ચારોલીયા દેવીપુજક (ઉમર ૨૦) નામના ત્રણ લોકોને ઇજા થતા ત્રણેયને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે વધુમાં મળતી માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડા બાદ બોલાચાલીમાં આ મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામ દ્વારા નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

યુવાન સારવારમાં
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા રાગેસભાઈ કાનજીભાઈ ખાંભડીયા નામના ૨૮ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી તેને મોરબીની મંગલમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે પ્રાથમિક તપાસ કરી હતી જેમાં દવા પીવાનો બનાવ ભૂલથી બની ગયો હોવાની કેફિયત ભોગ બનનાર રાકેશભાઈએ જણાવ્યું હતું.






Latest News