હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં જેલ હવાલે કરાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







મોરબી નજીકથી પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં જેલ હવાલે કરાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીએ ચાર્જ શીટ પછી હાઇકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલોને ધ્યાને રાખીને આરોપીના શરતોને આધીન જામીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકા પોલીસે ૬૪.૨૦ ગ્રામ મેફેડ્રોન પાવડર સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બ્લોચના પ્રત્યક્ષ કબજામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ૬૪.૨૦ ગ્રામ કબજે કર્યું હતું અને તે આરોપી રજાક ઉર્ફે લાલો આમદભાઈ પરમાર રહે. માધાપર ૧૪ વાળા બંન્ને ગેરકાયદેસર માદક પદાર્થ પાવડર પોતાના કબજામાં રાખી અવાર નવાર મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ દરીયાલાલ હોટલ નજીક ગ્રાહકોને વેચાણ કરવા જાય છે અને આજ રોજ તે એક નંબર વગરના હોન્ડા સાઈન મોટર સાયકલ લઈ હકીકત વાળા સ્થળે પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર લઈ જનાર છે તેથી ચોકકસ હક્કિત આધારે રેડ કરી હતી ત્યારે આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બ્લોચના પ્રત્યક્ષ કબજામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ૬૪.૨૦ ગ્રામ મળી આવ્યું હતું અને બંન્ને ઈશમોને તા.૨૮/૬/૨૩ ના રોજ પકડવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બંને આરોપી ઉપરાંત જુનેદ હનીફભાઈ પરમાર એમ ત્રણ શખ્સોની સામે એસઓજીના પીએસઆઈ મહમદ અસ્લમ સૌકતઅલી અંસારીએ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮ (સી), ૨૧ (સી) ૨૯ મુજબ ફરિયાદ નોંધાવેલ હતી ત્યારબાદ આરોપી જુનેદ હનીફભાઈ પરમારની તા. ૨૯/૯/૨૩ ના રોજ ધરપકડ કરી હતી અને તેને સેશન્સ કોર્ટમાં રજુ કરીને ૭ દિવસના રીમાન્ડ મંગયા હતા જો કે, કોર્ટે આરોપીના તા.૩/૭/૨૩ સુધીના રિમાન્ડ આપેલ હતા રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યારબાદ આરોપીએ ચાર્જશીટ દાખલ હતી ત્યાર બાદ આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે શરતોને આધીન ૧૫,૦૦૦ ના જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી જુનેદ હનીફભાઈ પરમારના વકીલ તરીકે વીરાટ જી. પોપટ, શ્વેતા લોઢા, ગોપાલભાઈ ઓઝા તથા મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા.






Latest News