મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકમાંથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો


SHARE







મોરબી તાલુકમાંથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ટિંબડી નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવરજન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા પરિવારની દીકરી ત્યાં કારખાનામાં કામ કરવા માટે થઈને જતી હતી દરમિયાન તેના સંપર્કમાં આવેલ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતો રમજાન તાજુદ્દીન બ્લોચ જાતે મકરાણી (૨૬) નામનો શખ્સ તે સગીરાને લલચાવીને તેનું અપહરણ કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવરજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના રીલીફ નગર બ્લોક નંબર ૮ માં રહેતો પ્રસેન દિલીપભાઈ ધામેચા (૨૪) નામનો યુવાન મોરબીમાં વીસી હાઇસ્કૂલ ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ચ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલ પાસે રહેતી પૂનમ શૈલેષભાઈ ચુડાસમા (૧૪) નામની સગીરા ઘર નજીકથી પગપાળા ચાલીને હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ હતી ત્યારે પાછળથી રીક્ષા ચાલકે તેને ટક્કર મારતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અકસ્માતમાં બનાવવામાં ઈજા પામેલ સગીર અને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે






Latest News