હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડીના બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE









મોરબીની રવિરાજ ચોકડીના બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે રોડ ક્રોસ કરીને જઈ રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લીધો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટીમારડ ગામના રહેવાસી કાનાભાઈ કરસનભાઈ પરમાર (૩૦) નામનો યુવાન મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે પુલ ઉતરતા રોડ ક્રોસ કરીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કાનાભાઈ પરમારને ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ
મોરબીના પીપળી ગામે રહેતા હસમુખભાઈ બટુકભાઈ વાણંદ (૪૫) બાઈક લઈને ટીંબડી ગામના પાટીયા થી આગળ આવેલ પાટીદાર ટાઉનશીપ પાસેથી પસાર થઈ રહેતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાં તેને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News