​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

ફટકડીનો શોખ ભારે પડ્યો: મોરબીમાં રિવોલ્વર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરનાર તથા હથિયાર આપનારની ધરપકડ


SHARE









ફટકડીનો શોખ ભારે પડ્યો: મોરબીમાં રિવોલ્વર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરનાર તથા હથિયાર આપનારની ધરપકડ

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો અપલોડ કરવા માટે તેને ઘણી વખત યુવક યુવતીઓ સહિતનાઓ ગુનાહિત કૃત્ય કરી નાખતા હોય છે આવી જ રીતે મોરબીમાં રહેતા યુવાન પાસે લાયસન્સ કે પરવાનો ન હોવા છતાં પણ રિવોલ્વર સાથેનો ફોટો પાડીને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી માં અપલોડ કર્યો હતો જે એસઓજી ની ટીમના ધ્યાન ઉપર આવતા પોલીસે ફોટો અપલોડ કરનાર તથા પરવાળા વાળુ હથિયાર ફોટો પાડવા માટે થઈને આપનાર આ બંને સામે ગુનો નોંધી તે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર અવની ચોકડી પાસે આવેલ મધર પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૬૦૨ માં રહેતા મયુરભાઈ શાંતિલાલ વડસોલા જાતે પટેલ (૩૧) પાસે લાયસન્સ કે પરવાનો ન હોવા છતાં પણ તેને સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને પોતાના શોખ માટે પરવાનાવાળા હથિયાર સાથે ફોટો પાડીને રિવોલ્વર સાથેનો ફોટો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોસ્ટ કર્યો હતો જે એસઓજીની ટીમના ધ્યાન ઉપર આવ્યો હતો જેથી કરીને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા મયુરભાઈ વડસોલાએ નીતિશભાઈ રમેશભાઈ પટેલ (૨૯) રહે ફ્લોરા હાઉસ ગેંડા સર્કલ પાસે મોરબી વાળા નું લાયસન્સ વાળું હથિયાર લઈને ફોટો પાડ્યો હોવાનું સામે આવતા પોલીસે હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર તથા હથિયાર સાથે ફોટો પાડવા માટે થઈને રિવોલ્વર આપનાર આ બંને શખ્સોની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટની કલમ ૨૯, ૩૦ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને હવાલે કર્યા છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News