​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

રામધામના ધાર્મિક કાર્યક્રમ-જલયાત્રામાં જોડાવા મોરબીથી લોહાણા સમાજના આગેવાનો રવાના


SHARE









રામધામના ધાર્મિક કાર્યક્રમ-જલયાત્રામાં જોડાવા મોરબીથી લોહાણા સમાજના આગેવાનો રવાના

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી રામધામ-જાલીડા ખાતે યોજાનાર ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજનાં આગેવાનો રવાના થયેલ છે મોરબી શ્રી લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, મોરબી જલારામ સેવા મંડળ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, જલારામ મંદિર મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન સોમૈયાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનો રામધામ જવા માટે રવાના થયેલ છે સમસ્ત રઘુવંશી સમાજની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ-જાલીડા ખાતે ત્રિદીવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ યોજાનાર હોય, તેની ભવ્ય તેમજ દીવ્ય જલયાત્રા વાંકાનેર ખાતેથી પ્રસ્થાન કરશે. તે જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનોએ મોરબી શ્રી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, જલારામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, અનિલભાઈ ગોવાણી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબીના પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન સોમૈયાની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતેથી પ્રસ્થાન કર્યુ હતુ તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે




Latest News