મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી-માળિયા હાઇવે દાદાશ્રીનગર પાસે ડબલ સવારી બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા બે લોકો સારવારમાં


SHARE













મોરબી-માળિયા હાઇવે દાદાશ્રીનગર પાસે ડબલ સવારી બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા બે લોકો સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર આવેલા દાદાશ્રીનગર પાસેથી બાઈકમાં ડબલ સવારીમાં જતા બે લોકોને અજાણ્યા કાર ચાલકે પાછળના ભાગેથી હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમાં ઇજાગ્રસ્તોને ૧૦૮ વડે સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે દાદાશ્રીનગર પાસેથી બાઈકમાં જઈ રહેલ સરમણભાઇ પ્રભાતભાઇ રાઠોડ (ઉમર ૨૫) રહે.રોયલ પાર્ક સામાકાંઠે મોરબી-૨ અને હેતલબેન મહેશભાઈ બોરીચા (ઉમર ૨૫) રહે.ભગવતીપરા રાજકોટના બાઈકને અજાણ્યા કારના ચાલકે પાછળના ભાગેથી હડફેટે લીધું હતું.આ બનાવમાં ઇજા પામેલ સરમણભાઇ અને હેતલબેનને ૧૦૮ વડે અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

એકટીવા સાથે કાર અથડાતા અકસ્માત મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં રેહાન યુનુસભાઈ શેખ ફકીર (ઉંમર ૧૭) રહે.લાતી પ્લોટ શેરી નંબર-૧૧ પાસે જોન્સનગર વાળાના એકટીવા સાથે અચાનક કાર આડી ઉતરતા અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં એકટીવા સ્લીપ થઈ જતા ઇજા પામેલ રેહાન યુનુસભાઈ શેખને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જે બાબતે હોસ્પિટલએથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ તપાસ કરી હતી.

વૃદ્ધ સારવારમાં મોરબીના સનાળા ગામ પાસે રહેતા માંડણભાઈ બચુભાઈ બારોટ નામના ૭૮ વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે સનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે અકસ્માતે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બનેલ બનાવમાં માંડણભાઈને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને તપાસ કરી હતી.

બે બાળક સારવારમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ખેરની વાડી મહાકાળી જ્વેલર્સ પાસે રહેતો વિપુલ જયંતિભાઈ કુંવરિયા નામનો ૧૪ વર્ષનો બાળક સનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ પાસેની શેરીમાંથી સાયકલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેની સાયકલ સ્લિપ થઈ જતા પડી જવાથી તેને પણ ઈજા પહોંચી હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રામકો બંગલો નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં મુમતાજબેન ઇટલાભાઈ સલાટ (ઉંમર ૧૦)રહે. હાલ રવાપર-કેનાલ રોડ એસપી રોડ નામની બાળકીને ઈજાઓ પહોંચી હતી જેથી તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવી હતી આ બનાવ સંદર્ભે પણ હરેશભાઇ ચાલડાએ નોંધ કરીને તપાસ કરી હતી.






Latest News