મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !
Breaking news
Morbi Today

મોરબીની આર્ટસ કોલેજ ખાતે માતૃભાષા દિવસ નિમિત્તે આગામી ૨૧ મી તારીખે કવિ સંમેલનનું આયોજન


SHARE









મોરબીની આર્ટસ કોલેજ ખાતે માતૃભાષા દિવસ નિમિત્તે આગામી ૨૧ મી તારીખે કવિ સંમેલનનું આયોજન


વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ‎‫دગુજરાત સાહિત્ય અકાદમી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીનાં સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ઉજવાશે તે નિમિતે કવિ સંમેલનનું આયોજન કરાયેલ છે


"મળી માતૃભાષા મને ગુજરાતી આવો કરીએ માતૃભાષાનું મહિમાગાન" આ મહોત્સવમાં પધારવા સાહિત્યપ્રેમીઓને આમંત્રણ આપવામાં આવેલ છે.કવિ સંમેલન તા.૨૧ મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ કલાકે શ્રી યુ. એન.મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે યોજાશે.જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા ની પ્રેરક ઉપષ્થિતી રહેશે અને મોરબીના જાણીતા કવિઓ બિપિનચંદ્ર નિમાવત (બિપિન મધુર), રૂપેશ પરમાર (જલરૂપ) અને સંજય બાપોદરિયા (સંગી) કવિતાઓ પીરસસે.કાર્યક્રમનું સંચાલન મહોત્સવના સંયોજક એવા ડૉ.આર.કે.વારોતરિયા કરશે.સૌને પધારવા પ્રા.કે.આર.દંગી (ઈ.પ્રિન્સિપાલ શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ) તેમજ ડૉ.જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર) એ આમંત્રણ પાઠવેલ છે.મોરબીની જાહેર જનતાને જણાવવાનું કે આગામી ૨૧ ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મોરબીની શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન રાખવામાં આવેલ છે. મોરબીના સાહિત્ય તેમજ માતૃભાષામાં વિશેષ રુચિ ધરાવતા સુજ્ઞ શ્રોતાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આથી આમંત્રિત કરીએ છીએ. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી મોરબી ખાતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ માતૃભાષા અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી ભાષા પ્રત્યેનો આપણો લગાવ વધુ પાકો કરીએ તે આ કાર્યક્રમનો ઉપદેશ છે. આ કાર્યક્રમમાં કવિ બિપિન મધુર, કવિ સંજય બાપોદરીયા તથા કવિ જલરૂપ પોતાની કૃતિઓ રજૂ કરશે. સાહિત્ય ક્ષેત્રે મોરબીમાં જેમનું નામ જાણીતું છે તેવા સાહિત્ય પ્રેમીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.




Latest News