મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?


SHARE













મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કાબીલેદાદ કામગીરી કરવામાં આવેલ છે.જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.વી.પાતળિયા તથા એએસઆઈ રાજદીપસિંહ રાણા અને ડી-સ્ટાફના એ.પી.જાડેજા, ચકુભાઈ કલોતરા, કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, હિતેશભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખિલ, તેજાભાઈ ગરચર અને અરજણભાઈ ગરીયા સહિતના સ્ટાફે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કે ચોરાયેલા ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઇલના મૂળ માલીકોને બોલાવીને પરત આપ્યા હતા.

એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને સતત તેના ઉપર મોનિટરિંગ કરી તેમાં ખોવાયેલા મોબાઈલ કે ચોરાયેલા મોબાઈલના બીલ ઉપરથી તે મોબાઇલ નંબરોને વીઝીટેશનમાં મુકીને તેના આઇપી એડ્રેસ આધારે સર્ચ તપાસ કરીને ૬૩ જેટલા મોબાઈલ ધારકોના ખોવાયેલા કે ચોરાયેલા રૂા.૧૧,૫૧,૩૭૨ ની કિંમતના મોબાઈલો શોધી કાઢીને મૂળ મોબાઇલ માલિકોને સોંપવામાં આવ્યા હતા.જે બદલ મોબાઇલ પરત મળેલ મોબાઈલ ધારકો દ્વારા પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસાનેપાત્ર છે તેમા કોઇ બેમત નથી.આજના સમયમાં કિંમતી મોબાઈલ પરત મળે તે ખરેખર પ્રશંસાપાત્ર કામગીરી છે.પરંતુ આ કામગીરીને અંશતઃ પણ કહી શકાય કારણ કે ૬૩ જેટલા મોબાઈલ ખોવાણા કે ચોરાણા અને તેની અરજીઓ લેવામાં આવી અને અરજી અને બીલના આધારે તેના ઇએમઆઈ નંબરોના આધારે વોચ ગોઠવીને આઈપી એડ્રેસના મારફતે ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઈલ ધારકોને મોબાઇલો તો પરત મળી ગયા પરંતુ જે લોકોએ આ મોબાઇલ ચોર્યા હતા તે લોકોનું શું..? તેના ઉપર ચોરી અંગે ફરિયાદ નોંધાશે ખરી..? તો ચોરીના કેટલા ગુના થશે..? તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે.






Latest News