મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત પોપટ પરિવાર દ્વારા ભાવેશ ભુવાજીનાં આંગણે નવરંગ માંડવાનું આયોજન


SHARE













મોરબીમાં સમસ્ત પોપટ પરિવાર દ્વારા ભાવેશ ભુવાજીનાં આંગણે નવરંગ માંડવાનું આયોજન

મોરબીનાં મેલડી માતાના પ્રસિધ્ધ ભુવાજી ભાવેશ ભુવાજી (શ્રી ભાવેશભાઈ પોપટ) પોપટ પરિવારનો માતાજીનો નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામી અનામી અનેક ભુવા અને ભૂઈ સહિતના આગેવાનો પણ હાજર રહેશે

આઈશ્રી ખોડિયાર માતાજી, મોમાઈ માતાજી, મેલડી માતાજીનો નવરંગો માંડવો મોરબીનાં મેલડી માતાના પ્રસિધ્ધ ભુવાજી ભાવેશ ભુવાજી (શ્રી ભાવેશભાઈ પોપટ) તથા સમસ્ત પોપટ પરિવાર દ્વારા ભાવેશ ભુવાજીનાં આંગણે આગામી તા. ૨૯/૨ ગુરૂવારના રોજ લાયન્સ નગર, નવલખી રોડ, જલારામ પાર્ક પાસે, સેન્ટ મેરી સ્કુલ પાછળ, મોરબી ખાતે રાતે ૯:૩૦ કલાકે માતાજીનો નવરંગો માંડવો યોજશે જેમાં કુબેરભા ધામ રામપરાનાં પ્રસિધ્ધ ભુવાજી દિનભા બાપુ અને બાપજી ધામ (રજવાડું) ગામ સુંદરિયાણાનાં જય વીર વેગડજી દાદાના પ્રસિધ્ધ ભુવાજી વૈભવરાજ સિંહજી બંને સુરાપુરા બાપાના ભુવાજી માતાજીનો માંડવો દિપાવશે તેમજ ટંકારાના રાવળદેવો જેમાં હરેશભાઈ મેરુભાઈ તથા  વિરમભાઈ મેરૂભાઈ ડાકનો ટહુકાર રેલાવશે જ્યારે મોરબીનાં નામી અનેક ભુવાજીઓ તથા ભુઈમાં સાથે લુહાણા સમાજ અગ્રણીઓ આ નવરંગો માંડવોમાં આવશે આ આયોજનમાં મોરબી પોપટ લોહાણા પરિવારની સાથે વિવિઘ સંસ્થાઓ જેમાં શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ, રઘુવંશી સમાજ ગૃપ સાથે ચાંડલીયાવાળા મામાદેવ ગૃપ, લીમડાવાળા મામા દેવ ગૃપ, ભગવા ગૃપ અને શ્રી ધક્કાવાળી મેલડી ગૃપ વગેરે જહેમત ઊઠાવી રહ્યા છે






Latest News