વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી બાળકનું ધડ-ખોપરી મળવાની ઘટનામાં રહસ્યની ગુથી હજુ પણ અકબંધ !: મૃતક બાળક કોણ ?


SHARE













મોરબી નજીકથી બાળકનું ધડ-ખોપરી મળવાની ઘટનામાં રહસ્યની ગુથી હજુ પણ અકબંધ !: મૃતક બાળક કોણ ?

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં એક અજાણ્યા બાળકનો પેટથી નીચેનો ભાગ અને આંતરડાનો ભાગ તેમજ બીજા દિવસે નાના બાળકની ખોપરીનો ભાગ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બાળકના શરીરના અવશેષોને હસ્તગત કરીને ફોરેનસિકમાં મોકલાવ્યા હતા અને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી જો કે, આ ઘટનાને સવા મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયેલ છે તો પણ હજુ સુધી મૃતક બાળકની કોઈ ઓળખ મળેલ નથી અને સમગ્ર ઘટનાનું રહસ્ય આજની તારીખે પણ અકબંધ છે

મોરબીમાં સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં રેલ્વે લાઈન પાસે એક અજાણ્યા બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષ પડ્યા હોવાની સ્થાનિક લોકોએ ગત તા ૧૦ જાન્યુઆરીના રોજ મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને ઘટના સ્થળેથી બાળકના શરીરના જે અવશેષ મળી આવ્યા હતા તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ હોસ્પિટલે ખસેડયા હતા ત્યાર બાદ બીજા દિવસે તા ૧૧ ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં અગાઉ જે જગ્યાએથી બાળકના શરીરના અવશેષ મળી આવ્યા હતા તેની સામેના ભાગમાંથી બાળકની ખોપરીનો ભાગ મળી આવેલ હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને આ અંગેની જાણ કરી હતી જેથી કરીને પોલીસે મૃતક બાળકની ખોપરીના ભાગને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતી

અત્રે ઉલેખનીય છે કે, બાળકના શરીરના જે અવશેષો મળ્યા હતા અને તેને ફોરેન્સિક પીએમ માટે મોકલાવ્યા હતા તેમાં પ્રાથમિક તારણમાં આ અજાણ્યો બાળક ટ્રેન નીચે કાપાઈ ગયો હોય તેવું સામે આવી રહ્યું હતું જો કેસૌથી મોટો સવાલ એ છે કેમૃતક બાળક છે કોણ ? કેમ કેજે જગ્યાએથી બાળકના શરીરના અવશેષ મળેલ છે તે વિસ્તારની આજુ બાજુમાંથી કોઈ બાળક મિસિંગ હોય તેવી આજ દિવસ સુધીમાં કોઈ માહિતી સામે આવી નથી અને જો બાળક ટ્રેન નીચે કપાઈ ગયો હોય તો તે કઈ ટ્રેન નીચે કપાયો ?, બાળક ત્યાં સુધી કેવી રીતે આવ્યો ? જો બાળક ટ્રેનની નીચે કપાયો હોય તો ટ્રેનના ચાલકને કેમ કાશી ખબર ન પડી ?, મૃતક બાળકની ઓળખ મેળવવા માટે છેલ્લા સવા મહિનાથી તજવીજ કરવામાં આવી રહી છે જો કે, આ ઘટનામાં હજુ સુધી મૃતક બાળકની કોઈ ઓળખ મળેલ નથી અને સમગ્ર ઘટનાનું રહસ્ય આજની તારીખે પણ અકબંધ છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

નિખિલ હત્યા કેસનો ભેદ પોલીસ આજની તારીખે પણ ઉકેલી શકી નથી

મોરબીમાં જે રીતે અજાણ્યા બાળકના શરીરના અવશેષો સવા મહિના પહેલા મળ્યા હતા તેવી જ રીતે મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના દીકરા નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી જેથી સ્થાનિક પોલીસ, એલસીબી તેમજ સીઆઇડી દ્વારા તપાસ કરવામાં આવી છે તો પણ આજની તારીખે હત્યાના આ ચકચારી કેસમાં આજની તારીખે હત્યા કોણે કરી હતી તેની કોઈ માહિતી સામે આવેલ નથી અને આરોપી પડાયેલ નથી તેવી જ રીતે મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે લાઈન પાસેથી એક અજાણ્યા બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષ મળ્યા છે તે બાળકની ઓળખ મેળવીને સત્ય બહાર લાવવામાં પોલીસ સફળ થશે કે કે તે સૌથી મોટો સવાલ છે






Latest News