મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર યોજાઇ મોરબીમાંથી 8 દિવસમાં રસ્તે રજડતા વધુ 29 ઢોર ડબ્બે પુરાયા સેવા સંકલ્પ અભિયાન: મોરબીમાં કાલે સૈનિકોનો સન્માન સમારોહ યોજાશે ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાની વિવિધ સ્પર્ધાઓ ૧૭ ઓકટોબર સુધી યોજાશે મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા પ્રાદેશિક મેળો-૨૦૨૬નું આયોજન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ૨૦૨૧ યોજાઈ


SHARE









મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ૨૦૨૧ યોજાઈ

૨૯'મી નેશનલ સાયન્સ કોંગ્રેસનું આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જાણીતા ખગોળ શાસ્ત્રી અને વૈજ્ઞાનિક તેમજ મુંબઈ સ્થિત ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ ડો.જે.જે.રાવલની અધ્યક્ષતામાં આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં ૫૫૪ જેટલા બાળ વૈજ્ઞાનિકો અને પ્રતિસ્પર્ધીઓમાંથી વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ્સ, પેપર પ્રેઝન્ટેશન નિર્ણાયક કમિટી સમક્ષ રજુ કરેલ હતા આ પ્રસંગે પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં જાણીતા ખગોળ શાસ્ત્રી ડો.જે.જે.રાવલે બાળકોમાં છુપાયેલ રચનાત્મક  શકિત બહાર આવે અને તેઓની સર્જનાત્મક શકિતને પ્રોત્સાહન રુપ પ્રેરક  આયોજન બદલ આયોજકોને અને ખાસ કરીને બાળ વૈજ્ઞાનિક સાંસદમાં પોતાના સુંદર  પ્રોજેક્ટ રજુ કરનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના શિક્ષકગણ, શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા અને બાળકોએ ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સમાં કૃષિ,પાવર,રોડ ટ્રાફિક મેનેજમેન્ટ,બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત,સોલાર ,સ્વચ્છતા અભિયાન થી લઇ  બ્રહ્માંડ અને અવકાશીય વિજ્ઞાનથી લઇ જંકફૂડ થી લઇ વિસરાતી જતી ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમાન લોકકલા,લોક વાદ્યોથી લઇ ભવાઈ કલાથી લઇ અનેકવિધ વિષય પર પોતાના અવનવા  પ્રોજેક્ટ ઉત્સાહ, ઉમંગ અને ઉત્કંઠા સાથે વિદ્યાર્થીઓએ રજુ કરેલ હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના લલિતભાઈ ભટ્ટ તેમજ દીપેન ભટ્ટ સહિતનાએ જહેમત ઉઠાવી હતી




Latest News