મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઉટબેટ (શામપર) મુકામે જત પરીવારોના મરણ પામેલ ૭૦ ઊંટનું વળતર આપો : કિશોર ચિખલીયા


SHARE









મોરબીના ઉટબેટ (શામપર) મુકામે જત પરીવારોના મરણ પામેલ ૭૦ ઊંટનું વળતર આપો : કિશોર ચિખલીયા

મોરબી તાલુકાના ઉટબેટ ગામે પશુપાલકોના ઊંટોના મરણ થયા હતા.જેમાં પશુપાલકોને વળતર આપવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કરવામાં આવેલ છે.કચ્છ માલઢોર ઉછેરક માલધારી સંગઠન હેઠળ લાયસન્સ નંબક GJ 1/03/024/3005 થી લાયસન્સ ધરાવતા માલધારીના ઊંટોનું ખોરાક ન મળવાના કારણે મરણ થયેલ છે. જેને વળતર ચુકવવા માંગ ઉઠી છે.મોરબી તાલુકાના ઉટબેટ (શામપર) મુકામે જત સમાજના પશુપાલકો દ્વારા ઊંટ ઉછેરનો વ્યવસાય કરવામાં આવે છે.જે માટે તેઓ લાયસન્સ પણ ધરાવે છે. જત સમાજ દ્વારા મુખ્યત્વે ખારાઈ ઊટનો ઉછેર કરવામાં આવે છે.ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતી વનસ્પતિ ચેર હોય છે.પરંતુ આ વનસ્પતિ ઉગે છે તે વિભાગમાં ફોરેસ્ટ વિભાગે આડસ ઉભી કરેલ હોવાથી ઊંટોને તેનો ખોરાક મળતો નથી.જે તે સમયે સરકાર દ્રારા આ જગ્યાએ ઊંટોને ખોરાક માટે લઈ જવાની ૨વાનગી આપેલ હતી.આમ, છતાં ખોરાક ન મળવાના કારણે આ વર્ષે નાના-મોટા આશરે કુલ ૭૦ (સિત્તર) ઊંટોનું મરણ થયેલ છે.જેથી ગરીબીની રેખા નીચે જીવતા અને મુખ્યત્વે ઊંટ સાથે સંકળાયેલા આ ગરીબ જત પરીવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.તો આ પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારી શકાય તે માટે યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે તેવી લેખીત માંગ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાએ રાજયના મુખ્યમંત્રી તેમજ પશુપાલન વિભાગને કરેલ છે.




Latest News