મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE









મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી

યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૯૯ ની ૨૧ મી માર્ચથી વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી દર વર્ષની ૨૧ મી માર્ચે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ૨૧ માર્ચ ૨૦૨૪ ના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કવિતા દિવસની ઉજવણીના ઉદ્દેશો અને મહત્ત્વ અંગે શાળાના શિક્ષક સંજય બાપોદરિયા દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી સ્વરચિત કવિતાનું પઠન કર્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક પ્રફુલભાઈ ફેફર, અશોકભાઈ ફેફર, યાજ્ઞિકભાઈ કાવરે કવિતા રજૂ કરી હતી. બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ મનગમતી કવિતા રજૂ કરી હતી. સી.આર.સી. કોઓર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ ઉપસ્થિત રહી ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કવિતાઓનું રસપાન કરાવ્યું હતું.




Latest News