મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના ચુંપણી ગામે આધેડની હત્યા કરનારા મૃતકના કૌટુંબિક ભાઈની ધરપકડ


SHARE









હળવદના ચુંપણી ગામે આધેડની હત્યા કરનારા મૃતકના કૌટુંબિક ભાઈની ધરપકડ

હળવદ તાલુકાના ચુંપણી ગામેથી બે કૌટુંબિક ભાઈઓ ચારેક દિવસ પહેલાં દ્વારકા અલગ-અલગ બાઈક લઈને દર્શન કરવા માટે ગયા હતા અને ત્યારે આધેડ તેના કૌટુંબિક ભાઈનો સંગાથ કરવા રહેલ ન હતા જે બાબતનું મનદુખ રાખીને તેને પોતાની વાડીના સેઢે નહીં ચાલવાનું કહી આધેડ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે છરીના પેટ, છાતી પડખાના ભાગે આડેધડ ઘા ઝીકિ દીધા હતા જેથી આધેડનું મોત નીપજયું હતું અને એક મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હાલમાં મૃતક આધેડના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચુંપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઈ ઓળકિયા (૫૫) અને તેના કૌટુંબિક ભાઈ ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયા તેઓના ગામના ઝાપા પાસે હતા ત્યારે ત્યાં રામાભાઈ મોહનભાઈ ઓળકિયા ઉપર તેના કૌટુંબિક ભાઈએ છરી વડે છાતી, પેટ અને પડખાના ભાગે છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને રામાભાઇ મોહનભાઈ ઓળકિયાનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરા ભરતભાઈ રામાભાઈ ઓળકિયા (૩૨) રહે. ચુંપણી વાળાએ ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જે હત્યાના ગુનામાં હાલમાં પોલીસે આરોપી ગણેશભાઈ ની ધરપકડ કરી તેના રીમાન્ડ લેવા માટે શરૂ કરી છે

 

હાલમાં પોલીસે જણાવ્યુ છે કે, ચારેક દિવસ પહેલા અલગ અલગ બાઈકમાં તેઓના પિતા રામાભાઇ અને તેના કૌટુંબીક કાકા ગણેશભાઈ દ્વારકા ગયા હતા ત્યારે ફરિયાદીના પિતા રામાભાઇ આરોપીનો સંગાથ કરવા માટે રહેલ ન હતા અને તે બાબતનું મનદુખ રાખીને ગણેશભાઈએ પોતાની વાડીના શેઢે નહીં ચાલવાનું કહ્યું હતું અને છરી વડે તેના ઉપર હુમલો કરી છાતી, પેટ અને પડખાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને વાલીબેનને જમણા હાથની હથેળીમાં છરી મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને મૃતક આધેડા મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપી ઉપર અગાઉ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ હોવાની માહિતી પોલીસ પાસેથી જાણવા મળે છે




Latest News