મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રીનગર-મફતિયાપરામાં દારૂની બે રેડ: ૪૬ બોટલ દારૂ સાથે બે આરોપી પકડાયા, માલ આપનારા બે ની શોધખોળ


SHARE











મોરબીમાં ગાયત્રીનગર-મફતિયાપરામાં દારૂની બે રેડ: ૪૬ બોટલ દારૂ સાથે બે આરોપી પકડાયા, માલ આપનારા બે ની શોધખોળ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં ગાયત્રીનગર સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં ઘરમાં તેમજ સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ મફતિયાપરાના મકાનમાં દારૂની બે રેડ એલસીબીની ટીમે કરી હતી ત્યારે કુલ મળીને દારૂની ૪૬ બોટલો પોલીસ કબજે કરીને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે અને દારૂની બોટલો આપનારા બે શખસોના નામ સામે આવેલ હોવાથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ ગાયત્રીનગર સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા મેહુલભાઈ સનુરાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૩૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૩,૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૮,૫૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી મેહુલભાઈ ત્રિભુવનભાઈ સનુરા જાતે કોળી (૨૬) રહે. ગાયત્રીનગર સમર્પણ હોસ્પિટલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે ભરતભાઈ ભરવાડ નામના શખ્સ પાસેથી દારૂની બોટલો મેળવી હોવાનું સામે આવતા બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

આવી જ રીતે મોરબી જિલ્લા એલસીબીની ટીમે દારૂની બીજી રેડ સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ જોબનપુત્રાના રહેણાંક મકાનમાં કરી હતી ત્યારે ત્યાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૮૫૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી તેમજ ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૪,૫૮૦ ના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો તેણે વસીમ યુનુસભાઇ પલેજા રહે. કાંતિનગર મસ્જિદની સામેની શેરી મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે આ બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને આરોપી વસીમ પલેજાને પકડવા માટે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News