મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે આજથી ૪૧ દિવસ માટે પંચધૂણી તપનું આયોજન


SHARE











મોરબીના બાદનપર ગામે આજથી ૪૧ દિવસ માટે પંચધૂણી તપનું આયોજન

મોરબી નજીકના બાદનપર તાલુકો જોડીયા ખાતે આજ તા.૧-૪ થી તા.૧૧-૫ સુધી એટલે કે ૪૧ દિવસ માટે રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ દ્વારા બાદનપર ગામના કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ૪૧ દિવસ સુધી પંચધૂની તપનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલું છે.

જોડીયાના બાદનપર ગામના શ્રી કનકેકવર મહાદેવ મંદિર ખાતે રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ તાલાલા ગીર (જુનાગઢ) દ્વારા શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજ તા.૧-૪ ફાગણ વદ સાતમને સોમવારના દિવસથી પંચધુણી તપનું આયોજન રાખેલ છે. જેમાં ધૂણી તપનો સમય બપોરના ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી ત્રણ કલાકનો રહેશે અને સાંજના ૮:૩૦ થી ૯:૩૦ વાગ્યા સુધીનો રહેશે.ઓમ નમઃ શિવાયના જપ (ધૂન) નું આયોજન રાખેલ છે.પંચધૂણી તપનું આયોજન ૪૧ દિવસ રહેશે.જેની પુર્ણાહુતી તા.૧૧-૫ વૈશાખ સુદ ચૌથને શનિવારના રોજ થશે.પુર્ણાહુતીના દિવસે સાંજે ૫ વાગ્યે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. તા.૧૦-૫ વૈશાખ સુદ ત્રીજને શુક્રવારના રોજ ભજન સંતવાણી કાર્યક્રમ રાત્રીના વાગ્યા થી રાખેલ છે.જેનો તમામ ધાર્મીક કાર્યક્રમોનો લાભ લેવા રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ તાલાલા ગીર (જુનાગઢ) (મો.૯૩૨૭૧ ૧૦૯૪૯) એ સૌ ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News