મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને તબીબ દ્રારા કરાઇ જન્મદીનની ઉજવણી


SHARE











મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને તબીબ દ્રારા કરાઇ જન્મદીનની ઉજવણી

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મુળ નવાગામ (લખધીરનગર) ના વતની અને હાલ મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી એમડી (મેડીસીન) માં અભ્યાસ કરી રહ્યા છે.તેમણે તેમના જન્મદીનની ઉજવણી આ સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહીને પોતાના હાથે જ પ્રસાદ વિતરણ પણ કર્યુ હતુ.હાલના સમયમાં લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફરના પુત્ર ડો.પ્રિન્સ ફેફરે આ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામનાઓ પાઠવી હતી.






Latest News