મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારીએ ટંકારામાં મતદાન મથકની લીધી મુલાકાત


SHARE











મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારીએ ટંકારામાં મતદાન મથકની લીધી મુલાકાત

લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા ટંકારામાં મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી. અને અધિકારીઓ તેમજ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. અને મતદાન મથક ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે તાલુકા પંચાયત ટંકારા ખાતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. અને  સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો. જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી તથા નાયબ જિલ્લાચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા  દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. ત્યારે ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, ડેપ્યુટી કલેકટર સુબોધકુમાર દુદખિયા, ટંકારા મામલતદાર કેતન સખીયા તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News