અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ સ્ટેશન પાસે યુવાનને કચડી નાખનારા ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોધાયો


SHARE









મોરબીમાં પોલીસ સ્ટેશન પાસે યુવાનને કચડી નાખનારા ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોધાયો

મોરબીમાં માળીયા ફાટક પાસે સર્વિસ રોડ ઉપર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકથી ચાલીને પગપાળા પસાર થઈ રહેલા યુવાનને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમા ટાઉન શીપ પાસે પંચમુખી હનુમાનજીના મંદિર પાસે રહેતા પરેશભાઈ બીજલભાઇ ઉર્ફે હકાભાઇ ધામેચા જાતે કોળી (૨૨) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે ૨૬ જીએ ૬૮૭૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના મોટાભાઈ જગદીશભાઈ બીજલભાઇ ઉર્ફે હકાભાઇ ધામેચા (૩૦) મોરબીમાં માળિયા ફાટક પુલ પાસે સર્વિસ રોડ ઉપરથી બી ડિવિઝન સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટેલરના ચાલકે તેઓને હડફેટ લીધા હતા અને ત્યારે જગદીશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિજાયું હતું અને વાહન ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે. એલ. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાંથી ખટારામાં લિફ્ટ લઈને દંપતી અને તેનું બાળક નવલખી તરફ જતા હતા દરમિયાન મોટા દહીસરા અને વર્ષામેડી વચ્ચે અન્ય ટ્રક સાથે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રકમાં બેઠેલ મામદ મુસાભાઇ (૩૨),  શેરબાનુ મામદભાઈ (૩૨) અને અહેમદ મામદભાઈ (૧૦)  નામના ત્રણેય વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે




Latest News