અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આઈપીએલની મેચ ઉપર ફોનથી જુગાર રમતા એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ


SHARE









મોરબીમાં આઈપીએલની મેચ ઉપર ફોનથી જુગાર રમતા એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ

મોરબીમાં લાતી પ્લોટ પાસે આવેલ મૂનનગર ચોક નજીક જાહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ફોન ઉપર વાતચીત કરીને રનફેરનો જુગાર રમતા એક શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ફોન ઉપર સામા છેડેથી વાત કરનારા શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ પાસે મુનનગર ચોક પાસે નિશાન ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં ટાટા આઈપીએલ ૨૦-૨૦ માં ચેન્નઈ સુપરકિંગ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ચાલતી મેચમાં રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ફોન ઉપર વાતચીત કરીને સોદો કરીને જુગાર રમતા નિકુંજ પ્રફુલભાઈ દેત્રોજા જાતે પટેલ (૨૬) રહે યદુનંદન-૨૨  ખોડીયાર પાન વાળી શેરી નવયુગ સ્કૂલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી ૭૪૦ ની રોકડ તથા ૫૫૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૬૨૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સ ફોન ઉપર બશીર ઉર્ફે ટીકડી રહે. હનુમાન ચોક પાસે વાવડી રોડ વાળા સાથે વાત કરીને રનફેરનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે બસીર ઉર્ફે ટીકડીને પકડવા માટે તજવી શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતા કુસુમબેન પ્રાણજીવનભાઈ (૬૫) નામના વૃદ્ધા બાઈક ઉપર બેસીને મોરબીને સનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો અને તેમાં કુસુમબેનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પી.બી. ઝાલા દ્વારા કરવામાં આવી હતી




Latest News