અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અણીયારી ટોલનાક પાસેથી દારૂ-બીયર ભરેલ ટ્રક સહિત ૧.૦૭ કરોડા મુદામાલ સાથે એકની ધરપકડ


SHARE









મોરબી જીલ્લામાં અણીયારી ટોલનાક પાસેથી દારૂ-બીયર ભરેલ ટ્રક સહિત ૧.૦૭ કરોડા મુદામાલ સાથે એકની ધરપકડ

મોરબી જીલ્લામાં થોડા સમય પહેલ એસએમસીની ટીમે રેડ કરીને દારૂ બીયર સહિત ૨.૨૦ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો ત્યારે બાદ હાલમાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે હરિયાણાથી કચ્છ બાજુ ટ્રકમાં ભરીને લઈ જવાતા દારૂ અને બિયરના જથ્થાને પકડેલ છે અને ટ્રકમાંથી દારૂની ૨૩,૮૩૦ બોટલ અને બીયરના ૬૭૦૦ ટીન સહિત કુલ મળીને ૧.૦૭ કરોડનો મુદામાલ કબજે કરેલ છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે

હાલમાં લોકસભાની ચુંટણીની આચાર સહિતા અમલમાં છે ત્યારે દારૂ અને રોકડની હેરફેરી રોકવા માટે ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી એલસીબીની ટીમના સુરેશભાઇ હુંબલ, વિક્રમભાઈ કુગશિયા, ભાગીરથસિંહ ઝાલા અને સંજયભાઈ રાઠોડને મળેલ હકકીત આધારે અણિયારી ટોલનાકા પાસે વોચમાં હતા ત્યારે હળવદ તરફથી આવી રહેલા અને કચ્છ બાજુ જઇ રહેલા ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીએ ૪૯૧૯ ને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે ટ્રક ટ્રેઇલરમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૨૩,૮૩૦ બોટલ અને બીયરના ૬૭૦૦ ટીન સહિત કુલ મળીને ૧.૦૭ કરોડનો મુદામાલ કબજે કરેલ છે અને એક આરોપી ટ્રક ચાલક મોહિન્દરસિંગ રશલસિંગ (૪૮) રહે. જમ્મુ વાળાને ઝડપી લીધેલ છે અને તેની પાસેથી આરોપી અરમેશબાબુ રહે. યુપી અને બીટુભાઈ રહે. પંજાબ તેમજ માલ મંગાવનાર ઈસમો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ કામગીરી એલસીબીના પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ. ભોચીયા અને ટિમ દ્વારા કરવામાં આવી હતી




Latest News