અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં EVM-VVPAT નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન સંપન્ન


SHARE









મોરબીમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં EVM-VVPAT નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન સંપન્ન

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં તા.૭/૫ ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૩ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઈઝેશન વખતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને અનુસરી રેન્ડમાઈઝેશનની યાદી રાજકીય પક્ષોને આપવામાં આવી હતી.

ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યા અનુસાર BU- બેલેટ યુનિટ, CU- કન્ટ્રોલ યુનિટ અને વીવીપેટની તકેદારીના રૂપમાં ફાળવણી કરવામાં આવતી હોય છે. આ ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. આ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા દરમિયાન નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News