મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાંથી દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સની ધરપકડ, મોરબીના બુટલેગરને પકડવા તજવીજ


SHARE









હળવદમાં ઘરમાંથી દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સની ધરપકડ, મોરબીના બુટલેગરને પકડવા તજવીજ

હળવદમાં દંતેશ્વર દરવાજા પાસે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૧૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૭૫૦ ની કિંમતની દારૂની બોટલો સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂ આપનાર મોરબીના શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પણ પકડવા માટે પોલીસે ગુનો નોંધીને આગળની તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં આવેલ દંતેશ્વર દરવાજા પાસે રહેતા મનીષભાઈ બોરાણીયાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી દારૂની ૧૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૬૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મોનિશભાઈ રમેશભાઈ બોરાણીયા જાતે કોળી (૨૫) રહે. પીઠડમાના મંદિર પાછળ દંતેશ્વર દરવાજા પાસે હળવદ અને આકાશ સુખદેવભાઈ વિદાણી જાતે કોળી (૨૭) રહે. અન્નક્ષેત્ર રોડ પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો આરોપીઓને રવિભાઈ કોળી રહે. ઘુટુ રોડ ત્રાજપર ચોકડી પાસે મોરબી વાળાએ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે અને તે આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે

યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સાહિલ ફિરોજભાઈ મેમણ (૨૨) નામનો યુવાન બાઈક લઈને મોરબીના રવાપર પાસે આવેલ એસપી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ફ્લોરા ટાઉનશીપ નજીક રસ્તા ઉપર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે




Latest News