ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં
Breaking news
Morbi Today

હળવદની હરિ દર્શન ચોકડીએ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં એકનું મોત


SHARE









હળવદની હરિ દર્શન ચોકડીએ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં એકનું મોત

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ હરિ દર્શન ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગમાં ટ્રક અથડાયો હતો જેથી કરીને ટ્રકમાં બેઠેલ વ્યક્તિને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને એક વ્યક્તિને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવતા સામત્રા ગામના રહેવાસી અને ડ્રાઇવિંગ કરતા નથુભાઈ હમીરભાઈ રબારી (૨૭) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક સોમાભાઈ બીજલભાઇ રબારી રહે. મેઘપર તાલુકો લખપત વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ માળિયા હાઇવે રોડ ઉપર હળવદ નજીક આવેલ હરિ દર્શન ચોકડી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૧૨ એઝેડ ૭૨૦૯ ના ચાલકે આગળ જઈ રહેલા ટ્રકના ઠાઠામાં તેનું વાહન અથડાયું હતું જેથી કરીને ફરિયાદીને જમણી બાજુ આંખની નીચેના ભાગમાં ઈજા થઈ હતી તેમજ મૃતકને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં ઇજાગ્રસ્ત વ્યક્તિની ફરિયાદ લઈને હળવદ પોલીસે મૃતક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News