મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક સર્જાયેલ અકસ્માતના બનાવમાં બે યુવાનોના જીવ લેનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના ચરાડવા નજીક સર્જાયેલ અકસ્માતના બનાવમાં બે યુવાનોના જીવ લેનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

હળવદના ચરાડવા ગામ પાસેથી ડબલ સવારી એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી એકટીવા અથડાયું હતું જેથી કરીને બે યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઇજા પામેલા એક યુવાનને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના ભાઈએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચ્ક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામ પાસે કેટી મિલ નજીક રસ્તા ઉપરથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ધૂળની ડમરીના કારણે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં એક્ટિવા ઘૂસી ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં એકટીવા ઉપર જઈ રહેલા બે યુવાનોને ગંભીર ઈજા થઈ હતી અને તે પૈકીના સાકરીયા જયરાજભાઇ દેવશીભાઈ (૨૮) રહે. આણંદપુર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, એકટીવા ઉપર બેઠેલા રાજેશસિંગ પઠાણસિંગ (૨૬) રહે. મૂળ આગ્રા યુપી હાલ રહે. ચરાડવા વાળાનું ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક સાકરીયા જયરાજભાઇના ભાઈ મહેશભાઇ દેવશીભાઈ (૨૮) રહે. હળવદ વાળાએ હાલમાં ટ્રક નંબર આરજે ૫૨ જીએ ૯૧૨૯ ના ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News