વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં શાકભાજી વેચનારની દારૂની નાની-મોટી ૬૪ બોટલો સાથે એકની ધરપકડ


SHARE







હળવદમાં શાકભાજી વેચનારની દારૂની નાની-મોટી ૬૪ બોટલો સાથે એકની ધરપકડ

હળવદમાં આવેલ ધાંગધ્રા દરવાજા પાસે વજેરી વાસમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં તેના ઘરની અંદર દારૂ અંગે રેડ કરી હતી.ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની-મોટી ૬૪ બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હળવદના ધાંગધ્રા દરવાજા પાસે આવેલ વજેરીવાસમાં રહેતા કિશનભાઇ ઉર્ફે કારીયો બાબરિયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી.ત્યારે ઘરમાંથી દારૂની મોટી ૪૯ અને નાની ૧૫ બોટલો મળી આવતા પોલીસે દારૂની કુલ ૬૪ બોટલો કબ્જે કરીને કુલ મળીને રૂા.૧૮,૬૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને બુટલેગર કિશનભાઇ ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયા જાતે કોળી (૨૬) રહે.ધાંગધ્રા દરવાજા પાસે હળવદની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો..? કોને વેચતો હતો.? કેટલા સમયથી વેપલો ચાલતો હતો..? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી

મોરબી જીલ્લામાં ગુનાખોરીએ માઝા મૂકી છે તે હકીકત છે.તે રીતે જ અન્ય રાજ્ય કે અન્ય જીલ્લાઓમાં ગુના આચરીને આરોપીઓ અહીંં મોરબી ખાતે આવીને અહીં આવેલા કારખાનાઓના લેબર કવાટરમાં રહીને મજૂરી કરવા લાગતા હોય તેવું પણ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે.આવો જ એક વધુ બનાવ ધ્યાનમાં આવ્યો છે જેમાં મધ્યપ્રદેશમાંથી યુવતીનું અપરણ કરીને શખ્સ મોરબી આવી ગયો હોય બાતમીને આધારે મધ્યપ્રદેશ પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનિક મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તાલુકાના નવાગામ ખાતે સર્ચ કરવામાં આવતા અહીં આવેલા કારખાના ખાતેથી અપહરણ કરાયેલ યુવતી આરોપી વિદુ આદિવાસી નામના ઇસમની સાથે મળી આવતા હાલમાં બંનેને તપાસના કામે સાથે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીના બનાવમાં ઇજા

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા શબરીબેન મુકાભાઈ ભીલ નામની ૪૦ વર્ષીય મહિલાને મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબળી ગામના પાટીયા નજીક પંચરની દુકાન પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેણીને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News