મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના શિરોઇ પાસે ડબલ સવારી બાઇકને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા કાકાનું મોત: ભત્રીજો સારવારમાં


SHARE









હળવદના શિરોઇ પાસે ડબલ સવારી બાઇકને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા કાકાનું મોત: ભત્રીજો સારવારમાં

હળવદ તાલુકાના નવા શિરોઇ ગામથી આગળના ભાગે સ્મશાન પાસેથી કાકા અને ભત્રીજો બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને ટ્રેક્ટર ચાલકે સામેથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાકાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જોકે, ભત્રીજાને હાથે, પગે અને માથાના ભાગે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત યુવાના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રેક્ટર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જૂની શિરોઇ ગામે રહેતા રાઠોડભાઈ બચુભાઈ પંચાસરા (૩૮)એ હાલમાં ટ્રેક્ટરના ચાલક મહેશભાઈ થોભણભાઈ સોનાગ્રા રહે. નવા વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે નવા શિરોઇ ગામની આગળના ભાગે સ્મશાન પાસે રોડ સાઈડમાં તેના ભાઈ એભલભાઈ બચુભાઈ પંચાસરા (૩૬) અને તેનો દીકરો ભાથીજી રાઠોડભાઈ પંચાસરા (૧૯) બંને બાઈક નંબર જીજે ૧૩ એ ૬૧૧૭ લઈને રોડ સાઇડમાં ઊભા હતા ત્યારે સામેથી આવી રહેલ ટ્રેક્ટર કે જેની ટ્રોલીમાં પાછળના ભાગે બે નંબર લખેલા છે જેમાં ડાબી બાજુએ જીજે ૧૩ બલ્યુ ૫૬૩૮ અને જમણી બાજુએ જીજે ૧૩ એનએલ ૦૩૪૯ ના ચાલક મહેશભાઈ સોનાગ્રાએ ડબલ સવારી બાઇકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના દીકરા ભાથીજીને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે ફરિયાદીના ભાઈ એભલભાઈ બચુભાઈ પંચાસરાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે અને અકસ્માત કરીને ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયેલ હતો વધુમાં ભોગ બનેલ યુવાનના પિતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેનો દીકરો ભાથીજી તથા ભાઈ એભલભાઈ દરણું દરાવવા માટે થઈને ઘરેથી બાઈક લઈને ગયા હતા અને દરમિયાન રસ્તામાં ટ્રેક્ટરના ચાલાકે તેઓના બાઇકને હડફેટે લેતા આ અકસ્માતનો બનાવ બનેલ છે હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News