મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

ધારાસભ્યનો આદેશ: મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલના સફાઈ અને રિપેરિંગનું કામ ચાર દિવસમાં પૂરું કરો


SHARE













ધારાસભ્યનો આદેશ: મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલના સફાઈ અને રિપેરિંગનું કામ ચાર દિવસમાં પૂરું કરો

મોરબી જીલ્લામાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જે અહીના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને આ નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી મોરબી જિલ્લા સુધી આવે છે તે પૈકીની માળીયા કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે તેને રીપેર અને સાફ કરવા માટેનું ૯ કરોડનું કામ આપવામાં આવ્યું છે ત્યારે રિપેરિંગ અને સફાઇનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેનું ચેકિંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ અને ઘણી જગ્યાએ કામ કરવામાં આવ્યું ન હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને આગામી ચાર દિવસમાં કામ પૂરું કરવા માટે અધિકારી અને કોન્ટ્રાકટરને ધારાસભ્યોએ દ્વારા સૂચના આપવામાં આવી છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નર્મદાની કેનાલના રિપેરિંગ બદલ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે જો કેઢાંકીથી નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે તે માળીયા સુધી આવે તેના માટે સરકારે ૯ કરોડના ખર્ચે રિપેર અને સફાઇનું કામ કરાવ્યુ છે જો કેકામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તે હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને સાથે રાખીને ચેક કર્યુ હતુ ત્યારે માળીયા કેનાલ ઉપર ધારાસભ્ય દ્વારા ટિકરથી ઉપરના ભાગમાં ચેક કરાયુ હતુ અત્રે ઉલેખનીય છે કેકેનાલને ત્રણ મહિના સુધી બંધ કરીને આ રિપેરિંગ અને સફાઈનું કામ કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને પાણી ન મળ્યું તો પણ સંયમ ખેડૂતોએ રાખ્યો હતો તેના માટે ધારાસભ્યએ ખેડૂતોનો પણ આભાર માન્યો હતો અને જે પણ જગ્યાએ કેનાલમાં સફાઈ કામ બાકી હોય તેવું જોવા મળ્યું હતું તે વહેલામાં વહેલી તકે ચાર દિવસમાં પૂરું કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર અને અધિકારીને ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવેલ છે અને કેનાલ સાફ થયા બાદ ખેડૂતોને માળીયા કેનાલ મારફતે પાણી મળે તેના માટે કેનાલમાં પાણી છોડવામાં આવશે તેવું મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યુ છે

સરકારે કેનાલનું કામ કરવા માટે થઈને છેલ્લા ત્રણ મહિનાથી માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કર્યો હતો તેમ છતાં પણ આજની તારીખે હવે જ્યારે પાણી છોડવાનો સમય આવી ગયો છે તો પણ આ કેનાલમાં ઘણી જગ્યાએ સફાઈનું કામ બાકી છે તેમજ તૂટી ગયેલ કેનાલને રીપેર કરવામાં આવી નથી જે માળીયા બ્રાન્ચ કેનાલના નાયબ કાર્યપાલક ઇજનેર સી.આઇ. મિસ્ત્રી પણ સ્વીકારે છે જોકે ત્રણ મહિનામાં જે કામ નથી થયું તે માત્ર ચાર દિવસમાં થશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે મોરબી જીલ્લાના બે ધારાસભ્યએ ભાજપના કાર્યકરોને સાથે રાખીને ટીકર ખાતેથી કેનાલ ચેકિંગ કરવાનું શરૂ કર્યું હતું જેમાં ખાસ કરીને ગેટની કામગીરીસાયફન સાફ કરવાની કામગીરી વિગેરે કેવી કરવામાં આવેલ છે તેને ચેક કરીને અધુરી કામગીરી વહેલી તકે પૂરી કરવા માટે થઈને અધિકારીને સૂચના આપેલ છે જોકે અધિકારી કોન્ટ્રાક્ટર પાસેથી સો ટકા કામ પૂરું કરાવી શકે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News